પ્રદુષિત નદીઓના શુદ્ધિકરણને બદલે ભાજપે મહોત્સવ કરતા કોંગ્રેસ ખફા…મનીષ દોષીના આકરા પ્રહાર

રાજ્ય સરકાર દ્વારા નદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ નદીમાં થતા પ્રદુષણ સરકાર દ્વારા નદી મહોત્સવ ઉજવવામાં આવે છે. સરકારના પાપે કરોડો લીટર અન ટ્રીટેડ વોટર નદીમાં ઠલવાય અને પ્રદુષણ બેફામ થાય છે. ઉપરથી સરકાર પ્રજાના પૈસે ઉત્સવો અને તાયફાઓ કરે છે. ચૂંટણી ફંડ લેવાનું અને બેરોકટોક ઉદ્યોગોને પરવાના આપી દેવાયા છે.
સરકાર નદી ઉત્સવ કરીને ફોટો ઉત્સવ કરીને ફેસ સેવિંગ કરવા માટે તાયફાઓ કરે છે.. ગુજરાતમાં નદીઓનું જે જળ સ્તર પીવા લાયક નથી એ સરકારે સ્પષ્ટ કર્યું છે.. ઉત્સવ કરતાં પહેલા ભાજપ કોઈ પણ અધિકારી સામે પગલાં લીધા હોય એ જાહેર કરે..
લોકસભામાં આપેલી માહિતિ અંગે સરકાર જનતાને જણાવે કે જળસ્તરની શું સ્થિતિ આજે ગુજરાતમાં છે..કોંગ્રેસ પાર્ટી દ્વારા નિષ્ણાંતો તેમજ લોકોના અભિપ્રાયો લઈને એક વિસ્તૃત અહેવાલ રજૂ કરીને જનતા સમક્ષ ખુલ્લા પાડશે..
ગુજરાત સરકારના નદી મહોત્સવ અંગે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારના પાપે રોજ નદીમાં પ્રદૂષણ ઠલવાઈ છે. જે કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનું ફંડ લીધું તેને કેમિકલ ઠાલવવાના પરવાના આપ્યા છે. ગુજરાતની 20 નદીઓ પ્રદુષિત છે તેવો જવાબ લોકસભામાં આપ્યો છે. પ્રદુષિત નદીઓની વાત છુપાવવા નદી મહોત્સવના ફોટો ફંકસન કરે છે. નદી મહોત્સવ પહેલા છેલ્લા 20 વર્ષમાં કોઈ અધિકારી સામે પગલાં લીધા હોય તો જાહેર કરે. નદીઓનું પાણી પીવાલાયક રહ્યું નથી તે હકીકત જનતાને જણાવે. કોંગ્રેસ નિષ્ણાંત પર્યવર્વિદ અને ઇજનેરો અને ભોગ બનેલા લોકોનો એક અહેવાલ તૈયાર કરશે. આવનારા દિવસોમાં તૈયાર થયેલો કોંગ્રેસનો અહેવાલ જનતા સમક્ષ મુકાશે.