નવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બાદ જિલ્લાઓનાં પણ નિમણૂંક કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જેમાં આજે 13 જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 1છોટા ઉદેપુર જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે ઉમેશ શાહની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે અતુલ કારીયાની નિમણૂક કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે નાથા ઓડેદરાની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે. ડાંગ જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે મોતી ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે મોહમ્મદ યાસિનની નિમણૂક કરવામાં આવી છે. પાટણ જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે શંકરજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે. જામનગર શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે વિરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. જૂનાગઢ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે અમિત પટેલની નિમણૂક કરવામાં આવી છે. નડિયાદ શહેર કોગ્રેસ પ્રમુખ તરીકે હાર્દિક ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે રાજેશ ઝાલાની નિમણૂક કરવામાં આવી છે. દાહોદ જિલ્લા કોગ્રેસ પ્રમુખ તરીકે હર્ષદ નિનામાની નિમણૂક કરવામાં આવી છે. આ 13 જિલ્લા પ્રમુખમાં 7 જિલ્લા પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યાં છે, તો 6 નવા પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારી આદરી, રાજ્યમાં કોંગ્રેસ જીલ્લા પ્રમુખની વરણી...

નોંધનીય છે કે, ભારે વિવાદ બાદ શહેજાદ ખાન વિપક્ષ નેતા બન્યા છે. જેમાં વિપક્ષ નેતા તરીકે શહેઝાદ પઠાણની નિમણુંક કરવામાં આવી છે. AMCના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જયારે વિપક્ષ ઉપનેતા તરીકે નીરવ બક્ષીની નિમણુંક કરવામાં આવી છે. જગદીશ રાઠોડની વિપક્ષ દંડક તરીકે વરણી કરવામાં આવી છે.