રાજ્યમાં 2022ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પડઘમ શરૂ થઈ ગયા છે. ત્યારે રાજકોટમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. જેના ભાગ રૂપે આજે રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રભારી રઘુ શર્મા હાજર રહેશે. જે આજે સૌરાષ્ટ્ર-કચ્છની જિલ્લા વાઇઝ હોદેદારો સાથે ચિંતન બેઠકો કરશે. કોંગ્રેસના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આ ઉપરાંત હેમુ ગઢવી હોલ ખાતે મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવશે.

જો કે રાજકીય પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેને લઈને કોંગ્રેસ પ્રતિભા શોધો અભિયાન લોન્ચ કરીને સરકાર સામે બોલી શકે તેવી પ્રતિભાશાળી લોકોની શોધ કરી રહી છે.

ગુજરાતની મતદારયાદીમાં 4 કરોડથી વધારે મતદારો છે. મતદાર યાદીમાં મતદારો રહી ના જાય, તે માટે મતદાર યાદી સુધારણા અને નામ ઉમેરવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ 70 ટકા લોકો મતદાર યાદી રિલેટેડ કામગીરી ઓનલાઇન કરતા હોય છે. ત્યારે ઓનલાઈન પ્રક્રિયાને વધુ સુઘડ બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યા છે.