કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, જેને લઈને હવે કોંગ્રેસ પ્રતિભા શોધો અભિયાન લોન્ચ કર્યું છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ પ્રવક્તા અને મિડીયા પેનાલિસ્ટનો વર્કશોપ યોજવામાં આવ્યો છે. કોંગ્રેસમાં રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરા હાજર રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રતિભા ખોજ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે “બોલશે તો બદલાશે ગુજરાત” ના સ્લોગ સાથે પ્રતિભા શોધ અભિયાન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા મિસકોલથી લોકોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. જે નવા વ્યક્તિઓને કોંગ્રેસમાં જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ૧૫ દિવસ મિસકોલ કેમ્પેઇન ચાલશે ત્યારે તેઓના બાદ કોંગ્રેસ જોડાવશે.

આ મામલે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાનું નિવદેન સામે આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું છે કે, વાયબ્રન્ટ સમિટી બેનર જોયા છે તે માત્ર ગુજરાત જાહેરાત પુરતી જ છે. ભાજપનો પાયો માત્ર જૂઠ્ઠનો આધાર છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રતિભા ખોજ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. જે અભિયાનની ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શરૂઆત કરાવી છે. પ્રતિભા ખોજ અભિયાન થકી કોંગ્રેસ વક્તા અને પ્રવક્તાઓની શોધ કરશે. સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા વક્તા-પ્રવક્તાનો મિડિયા પેનલમાં સમાવેશ કરવામાં આવશે.

કોગ્રેસ વિચારધારા ધરાવતા લોકો ૧૮૦૦૧૨૧૦૦૦૦૩૩ નંબર થકી જોડાઇ શકશે. જેઓ ગુગલ ફોર્મ અને ઓફલાઇન ફોર્મ ભરી પણ કાર્યકર પ્રતિભા ખોજ અભિયાનમાં જોડાઇ શકશે. ગુજરાતના ચાર ઝોન પ્રમાણે ઇન્ટરવ્યુ કરી વક્તા પ્રવક્તાની પસંદગી થશે. કોંગ્રેસના ઇતિહાસને જાણકાર અને વર્તમાન તમામ મુદ્દાઓની ઉંડાઇ પુર્વક માહિતગાર લોકોની પસંદગી થશે.

જો કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસ મજબૂત વક્તા પ્રવક્તાની એક ટીમ તૈયાર કરવા ઈચ્છે છે જે સરકાર સામે બોલી શકે તેવા પ્રતિભાશાળી લોકોની ટીમ કોંગ્રેસ તૈયાર કરશે. જેને લઈને આ પ્રતિભા ખોજ અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.