ગુજરાત કોંગ્રેસે વર્ષ ૨૦૨૨ ની ચુંટણીની તૈયારીઓ તેજ કરી છે. જે વિધાનસભાની ચૂંટણી 2022ના અંત સુધીમાં યોજાઈ તેવી શક્યતા વચ્ચે કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ગુજરાત કોગ્રસ હવે પ્રતિભા ખોજ અભિયાન શરુ કરશે. સોમવારે કોંગ્રસ મિડિયા પેનલીસ્ટની એક દિવસીય કાર્યશાળા યોજાશે. કાર્યશાળામાં પ્રતિભા ખોજ અભિયાન લોન્ચ કરાશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રધુ શર્મા, એઆઇસીસી પ્રવક્તા પવન ખેરા, પ્રમુખ જગદીશ ઠાકોર વિપક્ષ નેતા સુખરામ રાઠવા અભિયાનની શરૂઆત કરશે. સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસ તૈયાર વક્તા-પ્રવક્તાની ફૌઝ કરશે.

પ્રતિભા ખોજ અભિયાનમાં કોગ્રેસ કાર્યકર ઓફલાઇન-ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ અભિયાનમાં ભાગ લેનારા કાર્યકરોના રાજ્યના ચાર ઝોન પ્રમાણે ઇન્ટરવ્યુ થશે. પસંદગી પામનાર કાર્યકરનો મિડિયા પેનલીસ્ટમાં સ્થાન મળશે. જાન્યુઆરી ૨૦૨૨ સુધી મિડિયા પેનલીસ્ટની નવી ફૌઝ તૈયાર થશે.

અગામી ચુંટણીને ધ્યાને લઈને અત્યારથી 2022 ચુંટણી માટે માહોલ ઉભો કરશે. જયારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી તમને મંત્રી મંડળોમાં ફેરફાર કરીને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.