ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. નવા માળખાની જાહેરાત બાદ નારાજગીનો દોર પણ શરૂ થયો છે. જેમાં હિમતસિંહ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. વર્ષોથી જવાબદારી નિભાવતા હોય પણ પદ ન મળે તો નારાજગી સ્વાભાવિક છે. જે કોંગ્રેસના ધારાસભ્ય હિમતસિંહ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. નવા માળખામાં પક્ષના વિશ્વાસે સોંપેલી જવાબદારીઓ ચૂંટણીમાં લાભદાયી બને તેવી આશા હિમતસિંહ પટેલે વ્યકત કરી છે.

કોંગ્રેસે 25 ઉપાધ્યક્ષ, 75 જનરલ સેક્રેટરી અને 19 જિલ્લા પ્રમુખની વરણી કરી છે. આદિવાસી આંદોલન મૂદ્દે ભાજપ પર હિમતસિંહ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. આદિવસીઓને જળ જમીન અને જંગલના હકને બદલે ભાજપ હક છીનવી રહી છે. આદીવાસીના પ્રશ્નો પર નિરાકારણ માટે કોંગ્રેસ આંદોલન
કરી રહ્યું છે. જે સમાજમાં અન્યાય થયો હોય ત્યાં કોંગ્રેસ અવાજ ઉઠાવતું રહેશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 25 નેતાઓની કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે 75 નેતાઓની પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે વરણી કરાઈ છે. 19 જિલ્લાના પ્રમુખની પણ પ્રદેશ કોંગ્રેસે વરણી કરી છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ તબક્કામાં માળખુ જાહેર કરવા પાછળનુ કારણ, નેતાઓની નારાજગીને ટાળવાનુ જાણવા મળી રહ્યુ છે.