ગુજરાતમાં 2022 ની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની જેમ વિધાનસભામાં પણ જીત મેળવવા માટે પાર્ટી દ્વારા અલગ-અલગ રણનીતિઓ ઘડવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીથી એક ઘટના સામે આવી છે.

ઈશુદાન ગઢવી પર ભાજપની મહિલા કાર્યકર્તાઓએ નશાની હાલતમાં હોવાનો તથા છેડતીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસને અરજી આપી છે. હાલ ઈશુદાન ગઢવી થતા ગોપાલ ઇટડીયા સેકટર-21 પોલીસ કસ્ટડીમાં રહેલા છે. ઈશુદાન ગઢવીને ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવશે.

નોંધનીય છે કે, ઈશુદાન ગઢવી પર કરવામાં આવેલ ફરિયાદ બાદ આમ આદમી પાર્ટીની ચિંતામાં વધારો થયો છે. કેમકે ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીને આગળ લઇ જવામાં અગ્રેસર રહેલા છે. એવામાં તેમના પર આ ફરિયાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે.