રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. મુંબઈ પોલીસે આ અંગે માહિતી આપી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે એક અજાણ્યા વ્યક્તિએ NCP પ્રમુખ શરદ પવારના સિલ્વર ઓક નિવાસસ્થાને ફોન કરીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આઈપીસીની કલમ 294, 506(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલુ છે.