દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર બહાર તોડફોડ હોવાની ઘટના સામે આવી છે. નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ ટ્વીટ કરીને આરોપ લગાવવામાં આવ્યો છે. મનિષ સિસોદીયાએ અરાજકતા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ મુક્યો છે. તેના લીધે આ ઘટના વાયુવેગે ચર્ચામાં આવી ગઈ છે.

સિસોદીયાએ કહ્યું કે, પોલીસ ભાજપના લોકોને દરવાજા સુધી લાવી છે. CCTV કેમેરા તોડી નાંખવામાં આવ્યા છે. ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ અંગે આપેલા નિવેદન સામે વિરોધ પ્રદર્શન કરતા હતા. અંદાજે 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સિવાય તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરની તોડફોડ કરી”. એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે, ભાજપ પોલીસ તેમને રોકવાને બદલે તેમને ઘરના દરવાજા સુધી લઇ ગઈ હતી. જેના લીધે આ ઘટના ચર્ચાની બાબત બની ગઈ છે.