સોશિયલ મીડિયા પર એક મહિલાનો અશ્લીલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તે વીડિયોમાં તે બીજેપી મહિલા પ્રવક્તા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. ભાજપના નેતાએ આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. તેથી દિલ્હી પોલીસના સાયબર સેલની ટીમે આ કેસમાં મળેલી ફરિયાદના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, આ ફરિયાદ દિલ્હી બીજેપી પ્રવક્તાએ નોંધાવી છે. આ ફરિયાદમાં આરોપ છે કે, એક વેબસાઈટ પર એક અશ્લીલ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિલાને બીજેપીની પ્રવક્તા તરીકે દર્શાવવામાં આવી છે. ફરિયાદ બાદ દિલ્હી પોલીસના સાયબર સેલે IPCની કલમ 354A, 509 અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

દિલ્હી બીજેપી પ્રવક્તા તરફથી ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસના સાયબર સેલે આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રવક્તાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, કોઈ તેને બદનામ કરવાના ઈરાદાથી આવું કૃત્ય કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે શનિવારે આ મામલો પ્રકાશમાં આવ્યો, જ્યારે તેના મિત્રોએ ફોન પર આ વાત કહી.