ખેડા શહેર ભાજપ BJP ને સસ્પેન્ડ કરી નવા સંગઠન પ્રમુખની નિમણૂકથી ભડકો થયો છે. શહેર પ્રમુખ રોહિત પટેલને પક્ષ વિરોધી કાર્યવાહી માટે સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે નવા શહેર પ્રમુખ કિશોરસિંહ ઝાલાને કમાન સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે.

સસ્પેન્ડ ખેડા શહેર પ્રમુખના સમર્થનમાં નડીયાદ કમલમમાં ખેડા સંગઠન પહોંચ્યું. ભાજપ ખેડા શહેર વિવિધ મોરચાના પ્રમુખો શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ અને બુથ પ્રમુખ સહિતના રાજીનામાં આપ્યા. ખેડા સંગઠનના 70 જેટલા કાર્યકરોએ ભાજપ જિલ્લા સંગઠન કચેરીએ રાજીનામાં આપ્યા.