હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાં વરસાદી ઝાપટા વરસી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોથી વરસી રહેલા હળવા અને ભારે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નદીઓમાં પણ નવા નીર આવેલ છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમની સપાટી વધીને 329 ફૂટ નજીક પહોંચી છે.

પરંતુ ભારે વરસાદને કારણે સુરતના રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર ઠેર ખાડાઓ પડ્યાં છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાડા પૂરવાનો કાર્યક્રમ કરાયો છે. રસ્તા પર પડેલા ખાડાઓ પૂર્યા છે.ભ્રષ્ટાચારના ખાડા પડ્યા હોવાની AAP નો આક્ષેપ છે.

તેની સાથે અઠવાગેટથી ચોક બજાર સુધી રોડ પર પડેલા ખાડા પૂરવાનો કાર્યક્રમ અપાયો છે. ગોપાલ ઈટાલિયાએ ખાડા પૂરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી વરસાદી માહોલ બન્યો છે. જેના લીધે સુરતમાં ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.