EVMથી ટેવાયેલા કર્મચારીઓએ બેલેટ ગણવામાં મુશ્કેલી અનુભવી, આ અધિકારીઓની લીધી મદદ

ગુજરાતમાં ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ ગઈ કાલે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વડોદરા જિલ્લામાં પણ ગ્રામપંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. પંચાયતના જાહેર થયેલા પરિણામોમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ સામે આવ્યા છે.
તેમ છતાં આ વખતે બેલેટ પેપરથી મતગણતરી કરવામાં આવી હતી. જ્યારે ઇવીએમથી ટેવાયેલા કર્મચારીઓએ બેલેટ ગણવામાં મુશ્કેલી અનુભવી હતી. કર્મચારીઓ ને વારંવાર સિનિયર અધિકારીઓની સલાહ લેવી પડી હતી. બેલેટ ગણવામાં તકલીફ પડતા વહેલી સવારે 6 વાગ્યે મત ગણતરી પૂર્ણ થઈ હતી. લગભગ ૨૩ કલાક સુધી તંત્રની વ્યવસ્થા રહી હતી.
નોંધનીય છે કે, રાજ્યની ૮૬૮૬ જેટલી ગ્રામ પંચાયતોની મતગણતરી કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 78.30 ટકા મતદાન થયું હતું. ગઈ કાલે ગુજરાતના 344 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી તેના માટે 19 હજાર 916 લોકો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યા હતા.