રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ નેતાનો આજે બીજો દિવસ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્મા સહિત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું મંથન કરશે. આજે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે.

જ્યારે મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની પણ આજે બેઠક થશે. બે દિવસ મા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના નવ સર્જન મુદ્દે મંથન થશે. રાજકોટની પ્રથમ બેઠકમાં જૂથવાદ ચમકે તેવી શક્યતા રહેલી છે.

જ્યારે જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્મા અને સહ પ્રભારી જીતેન્દ્ર બઘેલ નાગર બોર્ડિંગમાં મેરેથોન બેઠક કરી રહ્યા છે. એકબીજાની ફરિયાદ નહિ, કામે લાગી જવા કાર્યકરોને પ્રદેશ પ્રમુખ દ્વારા શીખ આપવામાં આવી છે. પદ મળશે પણ ગ્રાઉન્ડ પર તો ઉતરો, પ્રભારી રધુ શર્માની શીખ આપી છે.

રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ ના ક્લાસ શરૂ થયા છે. નાગર બોર્ડિંગમાં પ્રદેશ પ્રમુખ અને પ્રભારી અગ્રણીઓ અને કાર્યકરો સાથે બેઠક શરૂ કરી છે. ચચૂંટણી આવે છે મનદુઃખ ભૂલો કોંગ્રેસ માટે કામ કરવાનું પ્રભારી રધુ શર્માનું આહવાન આપ્યું છે.