કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના સાંસદો જ્યોતિમણી, રામ્યા હરિદાસ, મણિકમ ટૈગોર, ટીએન પ્રતાપનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

મોંઘવારી સહિત અન્ય મુદ્દાઓ પર વિપક્ષી સભ્યોના ભારે હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

સોમવારે, ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે, સ્પીકર બિરલાએ ગૃહની અંદર વિરોધ કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આપી હતી. હંગામા વચ્ચે બિરલાએ કહ્યું, આ લોકશાહીનું મંદિર છે.

ચોમાસુ સત્રની શરૂઆત પહેલા સંસદ સંકુલની અંદર પ્લેકાર્ડ લઈ જવા અને વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મણિકમ ટૈગોર, રામ્યા હરિદાસ, જ્યોતિમણી અને ટીએન પ્રતાપનને અભૂતપૂર્વ કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સાંસદો, આ કાર્યવાહી નિયમ 374 હેઠળ કરવામાં આવી છે. નિયમોમાં જિદ્દ અને ગૃહની કાર્યવાહીને ઇરાદાપૂર્વક રોકવાનો સમાવેશ થાય છે. આ સિવાય આ નિયમમાં સિપકરની સત્તાની અવગણના અને નિયમોનો દુરુપયોગ પણ સામેલ છે. આ સાંસદો સામે પ્રથમ સસ્પેન્શન મોશન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ તમામને સર્વસંમતિથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.