આદિવાસીઓના મુદ્દે વિપક્ષે સરકાર સામે બાંયો ચડાવી છે. ગાંધીનગરમાં આજે આદિવાસી સત્યાગ્રહ આંદોલન શરૂઆત કરવામાં આવી છે. જે ગાંધીનગર છાવણી ખાતે આદિવાસી સમાજની મહા રેલી યોજાઈ છે. કોંગ્રેસના આદિવાસી નેતાઓ અનેક મુદ્દે સતત રજૂઆત કરતા આવ્યા છે. સરકાર કોઈ પ્રશ્ન સાંભળતી નથી. ખેડવાની જમીનના પટ્ટા આદિવાસીઓને આપવામાં આવ્યા નથી. જે સમાજને ખતમ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ પર ભાજપ સરકારે ડોળો નાખ્યો છે. પાર-તાપી રિવર લિંક યોજનાને પડતી મૂકવા આદિવાસી સમાજની ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આદિવાસી સત્યાગ્રહ ની ગાંધીનગર થી શરૂઆત કરવામાં આવી છે. આદિવાસી સમાજના અધિકારોને લઈ ગાંધીનગરમાં સંમેલન યોજવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી વર્ષમાં આદિવાસી મતદાતાઓને જોડવા કોંગ્રેસ દ્વારા પહેલ શરૂ કરવામાં આવી છે.

લડત શરૂ કરનાર અનંત પટેલ સત્યાગ્રહ છાવણી પહોંચ્યા છે. કેન્દ્ર સરકાર સ્વેત પત્ર બહાર પાડે એવી માંગ કરવામાં આવી છે. તાપી-ધરમપુરથી અમારો અવાજ ગાંધીનગર પહોંચતો નહતો. આજે ગાંધીનગર આવીને આપણો અવાજ મજબૂત કરવો છે. સરકાર કહે છે કે કોઈની જમીન નથી લેવાના તો સરકારે 500 કરોડ શું કરવા બજેટમાં આપ્યા છે. જમીન નહીં લે તો ડેમ ક્યાં હવામાં બાંધશે.

તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ સહિત આદિવાસીઓનાં પડતર પ્રાણ પ્રશ્નો અને માંગણીઓને લઇને કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદીવાસી સંમેલન યોજીને ભાજપા સરકારને ઘેરવા એકઠા થયા છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોની જમીન રાજ્ય સરકારે વિવિધ પ્રોજેક્ટ હેઠળ લઈને પુરતું વળતર પણ આપવામાં આવ્યું નથી. સરકાર દ્વારા લાખો આદિવાસીઓનાં ઘર છીનવી લેવામાં આવ્યાં છે, તેમની જમીન કબજે કરી લેવામાં આવી છે. તે લોકોમાં આ વાતને લઈને આક્રોશ છે. ત્યારે તેમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ગાંધીનગરમાં આદીવાસી સંમેલન કરવામાં આવ્યું છે