ગતિશક્તિ યોજનાનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. દેશના 16 મંત્રાલયોને ગતિશક્તિ યોજના દ્વારા એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. આ દ્વારા કેન્દ્રની મહત્વની યોજનાઓ માટે વિભાગોમાં સમન્વય સ્થાપિત થશે.ગતિશક્તિ યોજના દ્વારા વેબસાઈટ લોન્ચ કરવામાં આવશે.વેબસાઈટ પર 2024-25 સુધીની યોજનાઓની માહિતી મુકાશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી યોજનાઓનો લાભ થશે.

ત્યારે આજે લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતિશક્તિ કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. દિલ્લીમાં મુખ્ય કાર્યક્રમ સાથે રાજ્યોમાં પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ગતિશક્તિ યોજના લોન્ચ કરી છે. ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
ગતિશક્તિ યોજના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષના ભારતનું આયોજન કરી રહ્યા છીએ.
નેશનલ માસ્ટર પ્લાન ભવિષ્યના ભારતને ગતિશક્તિ આપશેય

સરકારના પ્રોજેકટ નક્કી સમયમાં પૂર્ણ થાય એ માટે ગતિશક્તિ જરૂરી છે.  ગતિશક્તિ ના કેન્દ્ર માં ભારતના નાગરિકો, ઉદ્યોગો અને ભવિષ્ય છે
ગતિશક્તિ ભારતના ભવિષ્ય માં આવનાર અવરોધો ને દૂર કરશે.  ભૂતકાળ માં સરકારી કામ એવીરીતે થયા છે કે જેના કારણે લોકો નિરાશ થાય

આપણે વારંવાર બોર્ડ જોયા છે કે વર્ક ઇન પ્રોગ્રેસ.વર્ક ઇન પ્રોગ્રેસ નું બોર્ડ અવિશ્વાસ નું પ્રતીક બન્યા હતા  21 મી સદી નું ભારત જૂની સરકારી વ્યવસ્થા ને પાછળ રાખી આગળ વધ્યું છે.આજે ભારત સમયથી પહેલા પ્રોજેકટ પૂર્ણ કરી રહ્યું છેરેલવે, રોડ, ટેલિકોમ, ગેસ ડિપાર્ટમેન્ટ પોતપોતાના અલગ અલગ પ્લાન થી કામ કરે છેય પહેલા રોડ બને અને પછી ગેસ, પાણી વિભાગ વાળા પાઇપલાઇન માટે રોડ તોડે. ડિવાઈડર બને તો ટ્રાફિક વિભાગ ટ્રાફિક ના બહાને તેને તોડાવે. અલગ અલગ વિભાગને ખબર જ નથી હોતી કે કયો વિભાગ શુ કરી રહ્યો છે. આ સ્થિતિમાં સમય અને નાણાં નો બગાડ થાય છે

શક્તિ એકત્રિત થવા ને બદલે વિભાજીત થાય છે.આપણાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નો વિષય રાજકીય દળો ના એજન્ડા થી બહાર હોય છે. હાલ કેટલાક રાજકીય દળો વિકાસશીલ પ્રોજેકટ નો વિરોધ કરવામાં ગૌરવ લે છે. સરકારી વિભાગોના તાલમેલ ના અભાવે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું ના થઇ શક્યું

2014 માં હું દિલ્લી આવ્યો ત્યારે ખોરંભે ચડેલા અનેક પ્રોજેકટ હતા.ગતિશક્તિ ના કારણે એ સુનિશ્ચિત થશે કે તાલમેલ ના અભાવે પ્રોજેકટ ખોરંભાશે નહીં
તમામ રાજ્યોને વિનંતી કે તમામ રાજ્યો પીએમ ગતિશક્તિ સાથે જોડાય. ભૂતકાળ માં જોયું છે કે માઇનિંગ થાય ત્યાં રેલવે કનેક્ટિવિટી જ ના હોય
પોર્ટ નું જોડાણ શહેરો સાથે ના હોય એ સામાન્ય હતું. યોગ્ય તાલમેલ ના અભાવે ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધી જાય છે. ભારતમાં લોજીસ્ટિક કોસ્ટ જીડીપીના 13 ટકા જેટલી રહી છે.