રાજકોટ ભાજપ શાસિત જિલ્લા પંચાયતમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. વિકાસકામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ છતાં 50% પડી રહી છે. આંગણવાડી વિભાગ માં ગત વર્ષ ના 114 લાખની ફાળવણી સામે 11 મહિનામાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. એક રૂપિયો ન વપરાયો છતાં વધુ 122 લાખ ફાળવયા છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર એક વર્ષ પૂર્ણની વાહવાહી કરી રહ્યા છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.

જિલ્લામાં 1300 જેટલી આંગણવાડી હોય અને તેના માટેની ગ્રાન્ટ ન વપરાય તે પ્રશ્ન ચર્ચામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની શાખાઓની નિષ્ક્રિયતા સામે આવી છે. ગઈકાલે બજેટ બેઠકમાં આ નિષ્ક્રિયતા સામે આવી છે.

જો કે, રાજકોટ જીલ્લા પંચાયતની ખાસ સામાન્યસભામાં નવા નાણાંકીય વર્ષ માટેના 26.94 કરોડના સ્વભંડોળના બજેટને બહુમતીથી મંજુરી માંગવામાં આવી હતી. નવા નાણાકીય વર્ષનું બજેટ 2684.96 લાખનુ છે જયારે 2021-22 ના ચાલુ નાણાકીય વર્ષનું સુધારેલુ બજેટ 2283.55 લાખનુ છે. જે વિકાસકામો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ છતાં 50% પડી રહી છે.