ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરામાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે. જે આજવા રોડ વિસ્તારમાં એકતા નગર વસાહતમાં સરપ્રાઇઝ વિઝિટ લીધી છે. વિસ્તારના ગરીબ લોકો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી છે. લોકોની સમસ્યાની જાણકારી મેળવી છે. લોકોએ પાણી અને ગંદકીની સમસ્યાની ફરિયાદ કરી છે. મુખ્યમંત્રી સાથે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા છે. પોલીસનો પણ મોટો કાફલો સ્થળ પર હાજર રહ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાય રોડ વડોદરાના એક ગામમાં અચાનક સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચી ગયા હતા. જે મુખ્યમંત્રી ઓચિંતી મુલાકાતે પધારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. વડોદરાના નાના ગામ સુખીપુરાની સીએમએ સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. CMને પોતાના વિસ્તારમાં જોઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો.

એકતાનગરની મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના સુખલીપુર ગામે પહોંચ્યા હતા અને ગામની ગામમાં આંગણવાડીની મુલાકાત લીધી. આ મુલાકાત બાદ મુખ્યપ્રધાન વડોદરાથી લખનઉ જવા રવાના થયા હતા.