ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે મુખ્યમંત્રી આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના પ્રવાસે જશે. પાલનપુર ખાતે ૩૭.૨૮ કરોડના ખર્ચે તૈયાર બસ પોર્ટનું મુખ્યમંત્રી સવારે 9-30 વાગ્યે લોકાર્પણ કરશે. બનાસકાંઠા એસ.ટી. ડિવિઝન દ્વારા એક દિવસમાં ૧૯૨૦ ટ્રીપો ચલાવવામાં આવે છે, ત્યારે બસ પોર્ટ નાગરિકોને પરિવહનમાં ઉપયોગી બનશે.

વડગામ તાલુકાના સીસરાણા ખાતે ૨૨૦ કે.વી. સબ સ્ટેશનનું ઈ- ખાતમુહુર્ત કરશે. પાલનપુર ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે સાબરકાંઠા જિલ્લામાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાણી પુરવઠાની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે. ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને મળશે પીવાના પાણીનો લાભ મળશે. લોકાપર્ણ-ખાતમુહૂર્ત બાદ મુખ્યમંત્રી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી કરશે.