દેશમાં ચાલી રહેલી મહામારી ને લઈ વડગામ મતવિસ્તાર ના લોકોને હાલાકી નો સામનો ના કરવો પડે તે માટે થઈ વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મથામણ કરી રહ્યા છે અને કોરોના જેવી વિકટ પરીસ્થિતિ વચ્ચે પણ પોતાના મતવિસ્તારમાં લોકો માટે સુવિધાઓ ઊભી કરવામાં લાગેલ છે, ત્યારે રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે જીગ્નેશ મેવાણીએ અનોખી પહેલ કરી છે. પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ બનવા માટે ક્રાઉડ ફન્ડીગ હાથ ધર્યુ છે. સોશ્યિલ મીડિયા મારફતે આ ક્રાઉડ ફન્ડીગ હાથ ધર્યુ છે. ત્યારે આ ઓક્સિજન પ્લાન્ટ માટે ક્રાઉડ ફન્ડીગ માટે બૉલીવુડ અભિનેતા દાન કરી રહ્યા છે. જીગ્નેશ મેવાણીએ શરૂ કરેલા આ ક્રાઉડ ફન્ડીગમાં હાલમાં 13 લાખ રૂપિયાનું દાન આવ્યું છે. જીગ્નેશ મેવાણીએ પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ માટે 30 લાખ MLA ગ્રાન્ટ માટે સહાયની માંગ કરી ચુક્યા છે. જો કે તેમને આ સહાય ત્વરિત ન મળતા આ ક્રાઉડ ફન્ડીગનો ફોરમ્યુલા હાથ ધર્યો છે.

વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોતાના ગ્રાન્ટ મારફત સહાય મજૂરી માટે હાઇકોર્ટમાં પણ PIL કરી ચુક્યા છે. જો આ 30 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થાય તો આગામી દિવસોમાં સેંકડો લોકોને ઓક્સિજનની સુવિધા મળી શકે છે. જે વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોરોના ના કપરાં સમયમાં પણ પોતાની પરવાહ કર્યા વિના વડગામ વિસ્તાર ની પ્રજાના વહારે આવી રહ્યા છે.