ગુજરાત યુથ કોંગ્રેસના નવા અધ્યક્ષ વિશ્વનાથ વાઘેલા બન્યા છે. તેને લઈને કોંગ્રેસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવું જ કંઇક અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યું છે. જ્યારે આજે વિશ્વનાથ વાઘેલા અધ્યક્ષ બન્યા બાદ દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા છે. વિશ્વનાથ વાઘેલાનું અમદાવાદ એરપોર્ટ પર ઢોલ નગારા સાથે કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

જ્યારે, દરમિયાન વિશ્વનાથ વાઘેલા દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, યુવાનોના પ્રશ્ને સરકાર સામે લડતો રહીશ. પેપર લીક સહિતના મુદ્દાઓને લઇ સરકાર સામે લડીશું. સરકાર યુવાનોને નબળા પાડે છે. 2022 ની ચૂંટણી પહેલા યુવાનોને એક કરીશુ અને 2022 માં સરકાર બનાવીશુ. ગુજરાત માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે..

તેની સાથે તેમને એ પણ વધુમાં જણાવ્યું હતું કે, યુથ કોંગ્રેસ આવનારા સમયમાં સિનિયર કોંગ્રેસ સાથે ખભે ખભા મિલાવીને કામ કરશે. પેપર લીક કાંડમાં ગુજરાતના યુવાનોને થયેલા અન્યાય બાબતે યુથ કોંગ્રેસ મેદાનમાં આવશે. પેપર લીકની ઘટનાને કારણે ગુજરાતના યુવાનો ને પડતી મુશ્કેલીનો અવાજ યુવા કોંગ્રેસ બનશે. યુથ કોંગ્રેસ કોંગ્રેસ કમજોર નથી પણ ગુજરાતમાં આવતા ડ્રગ્સને કારણે યુવા કમજોર બની રહ્યા છે.

ગુજરાતના યુવાનોનો અવાજ ભારતીય યુવા કોંગ્રેસ બનશે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં યૂથ કોંગ્રેસની મહત્વની ભૂમિકા રહેશે. સિનિયર કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ આગામી કાર્યક્રમો આપશે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવ્યા છે. તેમને યુથ કોંગ્રેસની ચૂંટણીમાં તેઓને બહુમતી પ્રાપ્ત થઈ હતી. ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંકતા રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા તેઓની નિમણૂંકતા કરવામાં આવી હતી. ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંકતા કરાઈ છે.