ગુજરાત કોંગ્રેસને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજીનામું ધર્યું હતું. ત્યારબાદ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ અગાઉ કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવનું નિધન થયું.

ત્યારબાદથી ગુજરાત કોંગ્રેસ ધણી વગરનું થયું છે. તાજેતરમાં વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રભારી તરીકે ડો. રઘુ શર્માની નિમણુંક કરવામાં આવી છે. પરંતુ હજુ પણ પ્રદેશ અધ્યક્ષ અને નેતા વિપક્ષનું પદ્દ કોઈને સોંપાયું નથી.

છેલ્લા કેટલાંક સમયથી આ બંને પદ્દ ખાલી છે. વિધાનસભા 2022ની ચૂંટણી માથે છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. આજે રાહુલ ગાંધી સાથે ચાલેલી 3 કલાકની બેઠકમાં આ બંને પદ્દ માટે મંથન કરવામાં આવ્યું હતું.

જો કે, હાર્દિક પટેલનું નામ ચર્ચાંમાં હતું. જો કે, શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલે પ્રદેશ પ્રમુખ પદ્દેથી નામ વિડ્રો કર્યું છે. આ પરિસ્થિતિ બાદ કોંગ્રેસ ઓબીસી અને પાટીદાર ફેકટર પર ચૂંટણી લડવા માંગે છે. પ્રદેશ અધ્યક્ષ ઓબીસી ચેહરા માટે જગદીશ ઠાકોરનું નામ આવ્યું ચર્ચામાં આવ્યું છે.

મહત્વનું છે કે, જગદીશ ઠાકોર રાહુલ ગાંધીની ગુડ બૂકના નેતા છે. અશોક ગેહલોતને ગુજરાત કોંગ્રેસની વિશેષ જવાબદારી સોંપાશે. દિવાળી બાદ કોંગ્રેસની ચિંતન શિબિર યોજાશે. 3 દિવસ સુધી કોંગ્રેસની ચિંતન શિબિર ચાલશે. પંજાબ કોંગ્રેસ જેવો પણ ગુજરાતમાં કોંગ્રેસ દાવ રમી શકે છે.
જગદીશ ઠાકોર સાથે દીપક બાબરિયાનું નામ પણ ચર્ચામાં છે. આગામી 3 દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત થાય તેવી ભીતિ સેવાય રહી છે.