ગુજરાત યુથ કોંગ્રેસની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત યુથ કોંગ્રેસ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદે નિમણૂક થઈ છે. યુથ કોંગ્રેસ પ્રમુખ પદે વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણૂંક કરવામાં આવી છે. યુથ કોંગ્રેસની ચૂંટણીમાં બહુમતી મળી છે. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ અધ્યક્ષે હવે ગુલાબસિંહ રાજપૂતના સ્થાને વિશ્વનાથસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસની ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું જૂથ આમને સામને હતું. જેમાં હાર્દિક પટેલનો ઉમેદવાર વિશ્વનાથ વાઘેલા ઇન્દ્રવિજયસિંહ ગોહિલના ઋતુરાજ ચુડાસમા સામે ભારે પડ્યો છે.

મહત્વની વાત છે કે હાર્દિક પટેલ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ માટે સાખનો વિષય હતો. ત્યારે હાર્દિક પટેલના ઉમેદવાર વિશ્વનાથ વાઘેલાને લગભગ 1 લાખ 50 હજાર જેટલા મત મળ્યા છે. તો બીજી બાજુ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના ઉમેદવાર ઋતુરાજ ચુડાસમાને 1 લાખ 30 હજાર જેટલા મત મળ્યા છે.

વિશ્વનાથ વાઘેલા – 1,49,297
ઋતુરાજ ચુડાસમા – 1,33,800

આ સિવાય 8 મહિલા સહિત 25 મહામંત્રીઓ પણ ચૂંટાયા છે. શહેર અને જિલ્લા પ્રમુખોના નામ પણ જાહેર થયા છે. યુથ કોંગ્રેસની ચૂંટણીની પ્રક્રિયા 2 મહિના ચાલી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરોએ 50 રૂપિયા ફી સાથે સભ્યો બનાવ્યા હતા. વધુ સભ્યો બનાવનાર વિજયી બનવા સાથે હોદ્દો પણ મેળવ્યો છે.
કુલ 8.30 લાખ માંથી સ્ક્રુટિનીમાં માત્ર 4.98 લાખ મત જ માન્ય રહ્યા છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે દર વખતે કોંગ્રેસની આંતરિક ચૂંટણીઓ કોંગ્રેસમાં વિખવાદનું કારણ બને છે. ઉપરાંત મેમ્બરશીપ ડ્રાઇવમાં પણ અનેક ગણો ખર્ચ થાય છે.આ આંતરિક ચૂંટણીમાં ઓનલાઇન મેમ્બરના 50 રૂપિયા, જ્યારે ઓફલાઇન મેમ્બરના 75 રૂપિયા ફી હોય છે. જો કે આ કારણૉસર જ લાંબી પ્રક્રિયા અને ખર્ચના કારણે સિલેક્શન થી પ્રમુખ બનાવવા માંગ ઉભી થઇ હતી. આ યુથ કોંગ્રેસની આંતરિક ચૂંટણીમાં કોંગ્રેસની ચૂંટણી લડવા મેમ્બરશીપને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ આંતરિક ચૂંટણીમાં સૌથી વધુ મેમ્બર બનાવનારને જ કોંગ્રેસ પ્રમુખ તરીકેનું પ્રાધાન્ય આપશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.