સુરતમાં રાહુલ ગાંધી સામે થયેલ બદનક્ષીનો કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ છે. રાજ્ય સરકારમાં મંત્રી પૂર્ણેશ મોદીએ hc માં અરજી કરી છે. બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને ફરીથી જુબાની માટે બોલાવવા પૂર્ણેશ મોદી માંગ કરી છે. ટ્રાયલ કોર્ટે માંગણી નકારતાં હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. ટ્રાયલ કોર્ટના હુકમને રદ્દ કરવાની હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઇ છે. સુરત કોર્ટમાં ચાલતી બદનક્ષીના દાવાની કાર્યવાહી પર 8 એપ્રિલ સુધીનો hcનો મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.

સુરત કોર્ટમાં 8 એપ્રિલ સુધી બદનક્ષી પર અરજી પર સુનાવણી કરવામાં આવશે નહીં. 2019ની ચૂંટણીમાં કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર ભાષણ કર્યું હતું. રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ સુરત કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર બદનક્ષીભરી ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો છે. રાહુલ ગાંધીના ભાષણ અને વિવાદાસ્પદ ટિપ્પણીના વીડિયો રેકોર્ડિંગને લગતા ચાર સાક્ષીઓને તપાસવા પૂર્ણેશ મોદી દ્વારા ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી.

નોટબંધી બાદ રાહુલ ગાંધીએ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાની જૂની નોટો બદલાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એડીસી બેન્ક દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.

જો કે, એપ્રિલની જબલપુરની એક રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપના અમિત શાહને એક કેસમાં હત્યારા છે અને તેમના પુત્ર જય શાહ જાદુગર છે, તેવું કહ્યુ હતું. ત્યારબાદ અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે BJPના અધ્યક્ષ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.