રાજ્યમાં સતત કોરોનાના કહેર વચ્ચે તબીબોના હડતાળ પર ઉતરવાનો ખતરો મંડરાઈ રહ્યો હતો. આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ જાહેર કરતા જણાવ્યું છે કે, ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન પડતળ માગણીની રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ અગ્ર સચિવ આરોગ્ય, અગ્ર સચિવ જીએડી, સચિવ નાણાં વિભાગની કમિટી બનાવવામાં આવી હતી. જેમાં ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશનના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.

બેઠકમાં ગ્રામીણ વિસ્તારમાં વધી રહેલા કોરોના કેસ, રાજ્યમાં વેકસીનેશન, આગામી ચોમાસાને લઈને રાજ્ય સરકારની તૈયારી, ખાતરના વધેલા ભાવ અને કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રશ્નો વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. તબીબો કોરોના વોરિયસ કામગીરી કરી રહ્યા છે. તેમના પ્રશ્નોના સંબંધિત વિભાગે હકારાત્મક અભિગમ આપ્યો હતો. કમિટીએ પોતાનો રિપોર્ટ સરકારમાં સબમિટ કર્યો છે. તમામ ડોકટરને વિનંતી કે સરકાર હકારાત્મક છે. તબીબો આંદોલન ન કરે. રિપોર્ટ સબમિટ કરવામાં વાર લાગી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાઈ હતી. મંત્રીઓને 1.5 કરોડ ગ્રાન્ટ ફાળવવા બાબતે ચર્ચા કરાઈ છે.