કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે અત્યંત દયનીય છે. જે રાજ્યની અંદર કોંગ્રેસની સત્તા છે ત્યાં પણ કોંગ્રેસ સત્તાની ટકાવી રાખવા માટે ઝઝુમતી દેખાઈ રહી છે. ત્યારે ચોક્કસથી કોંગ્રેસને અત્યારે અહમદ પટેલની કમી અનુભવાતી હોય તેવું લાગી રહ્યું છે.

અહમદ પટેલ તેની નિર્ણયશક્તિના કારણે કોંગ્રેસમાં જાણીતા હતા. તેઓ અનેક ગઠબંધન વાળી સરકાર ચલાવતા પરંતુ ક્યારેય આ સરકાર વિવાદમાં આવી ન હતી. તેઓએ ક્યારેય મંત્રી પદ લીધું ન હતું. પરંતુ આખો દેશ જાણે છે કે સરકાર તેઓ જ ચલાવતા હતા. અત્યારે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની સામે જ બળવો પોકારી રહ્યા છે. પરંતુ જો એ હોત તો કેપ્ટન અમરિંદર સહિત કોઈ અન્ય નેતાની તાકાત ન હતી કે તેઓ બળવો પોકારી શકે.

ગુજરાત કોંગ્રેસને ફંડિંગથી લઈને તમામ નિયુક્તિ તેઓ કરતા હતા પરંતુ અત્યારે ગુજરાત કોંગ્રેસ પણ માત્ર પ્રભારીના આધારે જ ચાલી રહ્યું છે. વિધાનસભા 2022ની ચૂંટણીને આડે માત્ર એક વર્ષ છે. ભાજપે તૈયારીઓ આદરી દીધી છે, આમ આદમી પાર્ટી પણ નાના પાયે શરૂઆત કરી રહી છે પરંતુ કોંગ્રેસના હજૂ કોઈ ઠેકાણા નહિ.

જાણો કોણ હતું અહમદ પટેલ…

બાબુભાઇ ઉર્ફે અહમદ મોહમ્મદ પટેલ ભરૂચના પીરાસણમાં જન્મયા હતા. પોતાના બાળપણમાં રાષ્ટ્રની સેવા કાજે પોતાને મનપસંદ એવુ ક્રિકેટ છોડ્યુ. 1977માં કદાચ તેઓને પણ ખબર ન હતી કે આવનારા 33 વર્ષમાં તેઓ રાજનીતિના કદાવર નેતા બનશે. 1977માં તેઓનો રાજકીય નેતા તરીકે જન્મ થયો.

અહમદ શબ્દનો અર્થ છે પ્રશંસાને લાયક, જેઓએ હંમેશા પોતાના જીવનમાં પ્રશંસાને લાયક જ કાર્યો કર્યા તેવા અહમદ પટેલને આજથી એક વર્ષ પહેલા દેશે ગુમાવ્યા હતા.

ભરૂચ જિલ્લાના નાનકડા પિરામણ ગામમાં 21 ઓગસ્ટ, 1949ના રોજ જન્મેલા અહેમદ મોહમ્મદભાઈ પટેલની રાજકીય કારકિર્દી ભારે રોમાંચક રહી છે. આ એ જ ગામ છે, જ્યાં રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધીનું બાળપણ વિત્યું હતું. ભરૂચને એટલા માટે અગત્યનું માનવામાં આવે છે કારણ કે, કોંગ્રેસના ચાણક્ય મનાતા અહેમદ પટેલ અહીંના જ વતની છે. જે ૧૯૭૦ના દાયકાથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે. અહેમદ પટેલે છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકાઓ ભજવીને ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે વજન ઉભું કર્યું હતું. “ભરૂચના લોકો માટે અહેમદ પટેલ એટલે ‘બાબુભાઈ’. લોકો એમને બાબુભાઈ જ કહેતા હતા. એવી જ રીતે, એમના પિતાને લોકો ‘કાંતિભાઈ પટેલ’ તરીકે ઓળખતા.

વર્ષ 1977માં માત્ર 28 વર્ષની ઉંમરે જ ભરૂચ લોકસભા બેઠક જીત્યા હતા ને ત્યારે તેઓ સૌથી યુવાન સાંસદ બન્યા હતા. અહમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓને પણ ચોંકાવી દીધા હતા. એ પછી 1980 અને 1984માં ફરી જીતીને તેમણે હેટ્રિક કરી પણ 1989માં પહેલી વાર ભાજપના ચંદુભાઈ દેશમુખ સામે હાર્યા. 1991માં ફરી હાર્યા પછી તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું છોડ્યું અને 1993માં પહેલી વાર રાજયસભાના સાંસદ બન્યા. એ પછી તે વધુ ચાર વાર રાજ્યસભામાં ગયા ને ગુજરાતમાં સળંગ પાંચ વાર રાજ્યસભાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર નેતા છે. અહેમદ પટેલ ત્રણ વખત ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતી સંસદસભ્ય બની ચૂક્યા છે.હાલ તેઓ રાજયસભાના સાંસદ હતા અને કોંગ્રસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યાં હતા.

કોણ છે અહમદ પટેલ?

– અહમદ પટેલે તેમની રાજકીય કારકિર્દી કટોકટીના દિવસોમાં શરૂ થઈ હતી.
– એ દિવસોમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશના વિવિધ ભાગોમાં ઝડપથી પોતાનો પ્રભાવ ગુમાવી રહી હતી, ત્યારે 28 વર્ષના પટેલે 1977માં દક્ષિણ ગુજરાતની ભરૂચ બેઠક પર પાર્ટીને વિજયી બનાવી હતી.
– અહમદ પટેલે દસ વર્ષથી અટવાયેલું કામ એક વર્ષમા પૂરું કરીને રાજીવ ગાંધીને દંગ કરી દીધા હતા ? એ વખતે કોમ્પ્યુટર અને સોલર પેનલ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહમદ પટેલે ઝડપથી કામ પાર પાડીને સૌને દંગ કરી દીધા હતા.
– રાજીવ ગાંધીએ પક્ષ અને સરકારનું સુકાન હાથમાં લીધું, ત્યારબાદ કોંગ્રેસમાં અહમદ પટેલનો ઉદય ઝડપી બન્યો.
– રાજીવે પક્ષનાં ઘરડાં અનુભવી સભ્યોને બદલે યુવાનોને તક આપી. એ સમયે શરમાળ પ્રકૃતિના પટેલને પક્ષના મહામંત્રી બનાવ્યા હતા.
– નેવુંનાં દાયકામાં જ્યારે સોનિયા ગાંધી રાજકારણમાં નવાં હતાં, ત્યારે ત્યાં સુધી તેમનાં વિશ્વાસુ બની ચૂકેલા અહમદ પટેલને તેમનાં રાજકીય સલાહકાર તરીકે પસંદ કર્યા.
– પટેલ તેમનાં પતિના માત્ર વિશ્વાસુ જ નહીં, પણ પક્ષમાં બે દાયકાથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા હતા. એટલું જ નહીં, તેમની રાજકીય મહત્વાકાંક્ષા પણ ખૂબ જ મર્યાદિત હતી.

અહેમદ પટેલના પિતાનું નામ મોહમ્મદ ઈશકજી પટેલ અન માતા હવાબેન મોહમ્મભાઈ હતું. એવું કહેવામાં આવે છે કે, તેમના પિતા કોંગ્રેસમાં હતા અને તેમના પિતાનો અનુભવ તેમને કામ લાગ્યો હતો. અહેમદ પટેલના લગ્ન 1976માં મેમૂના અહેમદ સાથે થયા હતા, તેમને બે સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે.

અહેમદ પટેલે આઠ વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ત્રણ વખત એટલે કે 1977, 1980 અને 1984માં લોકસભાના સાંસદ બન્યા હતા અને પાંચ વખત એટલે કે, 1993, 1999, 2005, 2011 અને 2017માં રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. આ ઉપરાંત હાલમાં તેઓ રાજ્યસભાના સાંસદ પણ હતા. 9 ઓગસ્ટ, 2017ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તેઓ ભાજપના ઉમેદવાર બળંવતસિંહ રાજપુતને હરાવીને જીત્યા હતા. 21 ઓગસ્ટ, 2018ના રોજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ પાર્ટીના ટ્રેઝરર તરીકે નિમ્યા હતા. 2004 અને 2009ની ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા મળી હતી, તેનો શ્રેય અહેમદ પટેલને જાય છે. અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષમાં અને ખાસ કરીને રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ હતા.