રાજ્યમાં 2022ની વિધાન સભાની ચૂંટણીના ભણકારા વાગતા પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે ત્યારે આજના યુગમાં ચૂંટણી હવે રેલીઓ સાથે સોશ્યિલ મીડિયા પર વધુ પ્રચાર કરવામાં આવે છે. ત્યારે હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય તમામ પાર્ટીઓ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ થઇ ગઈ છે. ત્યારે હાલમાં સોશ્યિલ મીડિયા પર એક પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે ઘણો ચર્ચામાં બન્યો છે. જો કે આ પત્ર કોંગ્રેસના નેતા દ્વારા લખવામાં આવ્યો છે. જો કે આ જ પત્રનો નકલી બનાવટી પત્ર બનાવી એક આવો જ અન્ય પત્ર વાયરલ કરવામાં આવ્યો છે.

ધારાસભ્ય લલિત વસોયાનું 2017ના સોગંદનામા સાથે છેડછાડ કરવામાં આવી છે. ગત્ત ચૂંટણીમાં ધારાસભ્યએ સોગંદનામું ધારાસભ્યને મળતો પગાર અને અન્ય પ્લોટ અંગે બનાવ્યું હતું, ત્યારે આ જ સોગંદનામા સાથે છેડછાડ કરીને માવા અંગેનું કોઈ બનાવટી સોગંદનામું વાઈરલ કરવામાં આવ્યું છે.

જયારે આજ પત્ર નકલી બનાવી અને તેમાં જણાવ્યું છે કે, હુ લલીત વસોયા સોગંદ લઉ છુ કે જો હુ ધોરાજી-ઉપલેટા વિધાનસભા વિસ્તાર માંથી ચુંટણી જીતી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવીશ તો હુ ૧૩૫ વાળા માવા ના ૧૨/- માંથી પ/- રૂપિયા આ સરકાર પાસે કરાવી ને પછી જ બીજુ કામ કરીશ.

affidavits of lalit vasoya

affidavits of lalit vasoya

ત્યારે આ મામલે લલિત વસોયાએ જણાવ્યું છે કે, જયારે 2017માં હું ધારાસભ્યની ચૂંટણી વખતે મે એક સોગંદનામું કરીને ખાતરી આપી હતી કે જો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવીશ ત્યારે જેનો મને જે પગાર મળશે તેના પર મારો અધિકાર નહિ મારા મતદારોનો અધિકાર રહેશે અને પગાર ગરીબ માણસોની આરોગ્ય સુવિધા માટે વાપરીશ અને આજ સુધી હું તે સોંગદનામાનો અમલ કરતો આવી રહ્યો છું. પરંતુ ધોરાજીમાં સારા કામોની કદર કરવાને બદલે મને બદનામ કરવા માટે સોશ્યિલ મીડિયા પર ૧૩૫ વાળા માવા ના ૧૨/- માંથી પ/- રૂપિયા કરી આપવા જેવી ટિપ્પણી કરી બનાવટી પત્ર વાયરલ કરી રહ્યા છે. પરંતુ આવા લોકો પોતાની જ માનસિકતા છતી કરી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું હોવાનું તેમને જણાવ્યું છે.