રાહુલગાંધી બદનક્ષીકેસ મામલે ફરિયાદીના વકીલ બિમાર પડતાં સુનાવણી ટળી છે. હવે પછી વકીલ-ફરિયાદી બંનેને હાજર રહેવા કોર્ટની ટકોર કરવામાં આવી છે. જે ફરી એકવાર બદનક્ષી કેસમાં તારીખ પડી છે. ફરિયાદી તત્કાલિન ધારાસભ્ય અને હાલના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના વકીલ બિમાર પડ્યા છે. સીક લીવ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે વધુ સુનાવણી આગામી 4 જાન્યુઆરી નિર્ધારિત કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ કેસમાં સાક્ષીઓના નિવેદન અને ઉલટ તપાસની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે અંતિમ દલીલોના સ્ટેજ ઉપર કેસ પહોંચ્યો છે. ત્યારે આવનારી 4થી તારીખે તમામને હજાર રહેવા ટકોર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૯માં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર બદનક્ષીભરી ટિપ્પણી કરી હોવાના આક્ષએપ સાથએ ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો છે. રાહુલ ગાંધીના ભાષણ અને વિવાદાસ્પદ ટિપ્પણીના વીડિયો રેકોર્ડિંગને લગતા ચાર સાક્ષીઓને તપાસવા પૂર્ણેશ મોદી દ્વારા ટ્રાયલ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી.

નોટબંધી બાદ રાહુલ ગાંધીએ અમદાવાદ ડિસ્ટ્રિકટ કો.ઓ. બેંકમાં નોટબંધી દરમિયાન કરોડો રૂપિયાની જૂની નોટો બદલાવાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે એડીસી બેન્ક દ્વારા માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.

જો કે, એપ્રિલની જબલપુરની એક રેલીમાં રાહુલ ગાંધીએ ભાજપના અમિત શાહને એક કેસમાં હત્યારા છે અને તેમના પુત્ર જય શાહ જાદુગર છે, તેવું કહ્યુ હતું. ત્યારબાદ અમદાવાદ મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે BJPના અધ્યક્ષ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.