રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વચ્ચે ગોવામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. રાજ્યમાં પાર્ટીના 11 ધારાસભ્યોમાંથી 8 ભાજપમાં જોડાયા છે. જેના કારણે હવે 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના માત્ર ત્રણ ધારાસભ્યો જ બચ્યા છે.

દેશના અનેક રાજ્યોમાં જૂથવાદ અને બળવાખોરીનો સામનો કરી રહેલી કોંગ્રેસને હવે ગોવામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સીએમ દિગંબર કામત અને માઈકલ લોબોના નેતૃત્વમાં 8 ધારાસભ્યોનું જૂથ ભાજપમાં જોડાયું છે. કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, રાજેશ ફાલદેસાઈ અને રુડોલ્ફ ફર્નાન્ડિસ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્યોમાં સામેલ છે. આ ધારાસભ્યો સીએમ પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા.