2022 વિધાનસભાની ચૂંટણી પહેલા યુવા મોરચા એક્શનમાં આવી ગયું છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)આવી રહી છે જેને લઈને ભાજપ પરિવારજનોને ટિકિટ નહીં આપે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં યુવા મોરચા વિવિધ કાર્યક્રમો થકી જનસંપર્ક માટે પ્લાન ઘડાયો છે.

યુવા મતદારો ભાજપ તરફ આકર્ષવા માટે પ્લાન ઘડયા છે. 23 માર્ચે શહીદ દિનની ઉજવણી સાથે યુવાનો આકર્ષવા માટે પ્રયત્ન કરશે. 28 માર્ચે બોર્ડ પરીક્ષા ફૂલ અને પેન આપીને શુભેચ્છા આપશે. 6 એપ્રિલે ભાજપનાં સ્થાપના દિને જનસઘના કાર્યકરો સાથે સંઘર્ષ માહિતગાર બનશે.

14 એપ્રિલે આંબેડકર જ્યંતી સેવાવસ્તીમા સરકારી યોજના અંતર્ગત માહિતી આપશે. 6 એપ્રિલે બાઇક રેલી યોજીને શક્તિ કેન્દ્રની મુલાકાતનો કાર્યક્રમ આપશે.