પેટ્રોલ-ડીઝલ ના વધતા ભાવ અંગે કોંગ્રેસે હવે કમર કસી છે. દેશના કેટલાંક શહેરમાં પેટ્રોલ – ડીઝલના ભાવ 100ને પાર થયા છે. ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલનો ભાવ 93 રૂપિયાની આસપાસ છે. ત્યારે હવે પેટ્રોલ – ડીઝલના ભાવ અંગે વિપક્ષ દેખાવો કરશે.

આવતીકાલે કોંગ્રેસ આ મુદ્દે દેશવ્યાપી દેખાવો કરશે. જેની અસર ગુજરાતમાં પણ દેખાશે. આવતીકાલે ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી દેખાવો છે.
પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દેખાવો કરશે.

આ અંગે કોંગ્રેસે જણાવ્યું છે કે, ભાજપ સરકાર ઇંધણ પરની સુનિયોજિત લૂંટ બંધ કરી જનતાને રાહત આપે. ભાજપ સરકારે 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા એકસાઇઝ પર વધારો કર્યો છે. ડીઝલ પર 7 વર્ષમાં 820 ટકા નો એકસાઇઝ વધારો કરવામાં આવ્યો છે. આમ, એકસાઇઝ પર વધારાથી 21 લાખ કરોડ સેરવી લીધા છે. એકસાઇઝ માં ઘટાડો કરી જનતા ને રાહત આપવા કોંગ્રેસની માંગ છે.