ભારતીય વિદેશ મંત્રાલયે નુપુર શર્મા પર ઈસ્લામિક દેશોના સંગઠન દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીઓને બિનજરૂરી અને નાની વિચારસરણી ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત વિશ્વના તમામ દેશોનું સન્માન કરે છે, ધાર્મિક વ્યક્તિત્વ વિરુદ્ધ કેટલાક લોકોના ટ્વીટ અને ટિપ્પણીઓને ભારત સરકારનો દૃષ્ટિકોણ માની શકાય નહીં.

નુપુર શર્માના મામલામાં IOC ની ટિપ્પણીથી ભારતીય વિદેશ મંત્રાલય ખુશ નથી. આ ટિપ્પણીઓ અંગે, ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટપણે કહ્યું છે કે, “ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે, કેટલાક લોકોએ ધાર્મિક વ્યક્તિત્વ વિરુદ્ધ અપમાનજનક ટ્વીટ અને ટિપ્પણીઓ કરી હતી. આ કોઈપણ રીતે ભારત સરકારનો મત નથી. અપમાનજનક ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.”

તેમણે વધુમાં કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે OIC એ તેમ છતાં ભ્રામક, પ્રેરિત અને ખોટી ટિપ્પણી કરી છે. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આના દ્વારા કેટલાક નિહિત હિતોના ઈશારે વિભાજનકારી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. ભારત વિનંતી કરે છે કે OIC સચિવાલય સાંપ્રદાયિક વિચારસરણીનો અંત લાવી તમામ ધર્મોને આદર બતાવે.

બીજેપી નેતા નુપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ પર કથિત રીતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ મામલામાં વિવાદ વધ્યા બાદ બીજેપી હાઈકમાન્ડે નુપુર શર્માને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દીધા છે. તે જ સમયે, ખાડી દેશોએ આ વિવાદને લઈને ભારતનો વિરોધ કર્યો છે અને ભારતીય રાજદૂતોને બોલાવ્યા છે. આ અંગે દેશ-વિદેશમાં હોબાળો ચાલી રહ્યો છે. છે. મામલો એ હદે વધી ગયો હતો કે નૂપુર શર્માની ટિપ્પણી પર કતાર, કુવૈત અને ઈરાને ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા.