ઈશુદાન ગઢવી 12 દિવસ બાદ જેલમુક્ત, બહાર નીકળતા જ આપ્યું સૌથી મોટું નિવેદન

રાજ્યમાં હેડ ક્લાર્ક ની પરીક્ષાના પેપરલીક મામલે થોડા દિવસો પહેલા ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ માં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ ને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેને લઈને ખૂબ વિવાદ ઉભો થયો હતો.
આમ આદમી પાર્ટીના 55 કાર્યકરો આજે શરતી જામીન મંજૂર થતાં મુક્ત કરવામાં આવ્યા છે. સાબરમતી મધ્યસ્થ જેલમાંથી આજે આપના કાર્યકરો શરતી જામીન પર મુક્ત થયા છે. જેમાં ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા,પ્રવીણ રામ અને હસમુખ પટેલ જમીન મજૂર થતા મુક્ત થયા છે. નિખિલ સવાણી સહિતના 55 કાર્યકરો જમીન મંજૂર થતાં આજે મુક્ત થયા છે.
તેમ છતાં આમ આદમી પાર્ટીના 55 કાર્યકરોને ભલે જામીન મંજૂર કર્યા હોય તેમ છતાં કોર્ટના શરતો આધારે જમીન મંજુર કરવામાં આવ્યા છે. ગાંધીનગર ન જવા અંગે જામીન મજૂરી ઉલ્લેખ થયો છે.
નોંધનીય છે કે, રાજ્યમાં હેડ ક્લાર્ક ની પરીક્ષાના પેપરલીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમ માં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. જેના લીધે આ વિવાદના કારણે રાજકારણ ગરમાયું હતું.તેની સાથે આ વિવાદમાં આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓ ગુજરાતમાં આવ્યા હતા અને તેમની એક જ માંગ હતી કે આસિત વોરા રાજીનામું આપે.
જેલમાંથી મુક્ત થતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, અમારી લડાઈ ચાલુ છે અને રહેશે. ઉમેદવાર અને પરિવાર માટે અમે કામ કર્યું છે. તમે અમને સાથ આપશો. મારા મેડીકલ રિપોર્ટ પણ કરાવ્યા છે. હું જે સમાજથી છું ત્યાં માતાજીની આડી છે. લીગલ ટિમ સાથે અમે ચર્ચા કરી આગળ વધીશુ.