નરેશ પટેલ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જે કડવા પાટીદાર અગ્રણી પોપટ ફતેપરાએ પત્ર લખ્યો છે. જેમને ઉમિયા માતાજી મંદિર સીદસર, ઊંઝા અને ગાંઠીલા ને પત્ર લખ્યો છે. નરેશ પટેલ ને બને મંદિરમાં પ્રવેશ ન આપવા બાબતે પત્ર લખ્યો છે. જેમાં નરેશ પટેલની બેધારી નીતિ અંગે વિરોધ દર્શાવ્યો છે. કડવા લેઉવા એક મંચ પર આવવાથી ભાજપે 1 મુખ્યમંત્રી, 7 મંત્રીને સરકારમાં સ્થાન આપેલ છે.

નરેશ પટેલ મિટિંગમાં લેઉવા અને કડવા પાટીદાર એક હોવાની વાત કરે છે, બાદમાં લેઉવા પાટીદાર ને મંત્રી મંડળમાં મુખ્ય ખાતા ફાળવવામાં નથી આવ્યા ની રજુઆત કરે છે. લેઉવા કડવા નો વિવાદ ઊભો રાખવાનો હોય તો નરેશ પટેલે પાટીદાર સમાજ નહિ પણ લેઉવા પટેલ સમાજ બોલવું પડશે
કડવા પટેલ સમાજની ઊંઝા, સીદસર, ગાંઠિલંક સંસ્થાઓમાં ક્યારેય રાજકારણે સ્થાન આપવામાં આવ્યું નથી. નરેશ પટેલના રાષ્ટ્રવાદ અને પતિદરવાદ નહિ જાગે ત્યાં સુધી આવું ચાલ્યા જ કરશે. નરેશ પટેલ ખોડલધામને રાજકીય અખાડો બનવા જઈ રહ્યા છે.

જો કે, નરેશ પટેલ હાલ સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ફરી રહ્યા છે. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે હું મીડિયાના માધ્યમથી જાણ કરીશ. રાજકારણમાં જોડાવાના નિર્ણય બાદ પાર્ટી નક્કી કરીશ. ખોડલધામ પવિત્ર પરિસર છે, આ પરિસરમાં ક્યારેય રાજકારણની વાત કરતા નથી.