બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત કોઈપણ મુદ્દા પર મુક્તપણે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માટે જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને વર્તમાન પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા શેર કરતી રહે છે. હવે તેની લેટેસ્ટ પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ઉલ્લેખ કર્યો છે. તેમની આ પોસ્ટ પર ચાહકો ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અને તેમના સૂચનો પણ શેર કરી રહ્યા છે.

યોગી આદિત્યનાથ વિશે ટ્વિટ

તેણે ટ્વીટ કરીને લખ્યું, ‘જો યોગી આદિત્યનાથ જી ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન બને છે, તો કેટલા લોકો હશે જે જણાવવામાં ખુશ થશે???? હું આવા લોકો સાથે જોડાવા માંગુ છું. તેના જવાબમાં એક યુઝરે લખ્યું, યોગી ભારતને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે. મને કોઇ શંકા નથી. જયારે, અન્ય એક યુઝરે લખ્યું, 2024 મોદીજી દેશ માટે યોગ્ય છે. આંતરરાષ્ટ્રીય મુત્સદ્દીગીરીમાં નિપુણ. યોગીજી ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારી રહ્યા છે. આવા વડાપ્રધાન અને મુખ્યમંત્રી માટે તેમના પદ પર વધુ એક ટર્મ ફરજિયાત છે.

રાજકારણમાં પ્રવેશને લઈને અટકળો ચાલુ

જણાવી દઈએ કે કંગના રનૌત ગયા મહિને યોગી આદિત્યનાથને મળી હતી. ઉત્તર પ્રદેશની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે, કંગના મુખ્યમંત્રીને મળી. અભિનેત્રી અનેક પ્રસંગોએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન કરતી જોવા મળે છે. ઘણી વખત એવી અફવાઓ ઉઠી છે કે તે રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ તેણે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ નિર્ણયને સમર્થન આપ્યું હતું

આ પહેલા પણ કંગના રનૌતે યુપીમાં ફિલ્મ સિટી બનાવવાના સીએમ યોગી આદિત્યનાથના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે સીએમની જાહેરાત પર કહ્યું હતું- ફિલ્મ સિટી માત્ર હિન્દી ફિલ્મો માટે છે તે કહેવું ખોટું છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પોતાની જાતને સાબિત કરી છે. આજે ભારતમાં હિન્દી સિવાય ઘણી ભાષાઓમાં ફિલ્મો બની રહી છે.

કંગના રનૌતની આવનારી ફિલ્મો

નોંધનીય છે કે કંગના રનૌતની છેલ્લી ફિલ્મ ‘ધાકડ’ હતી જેનું નિર્દેશન રજનીશ રાઝી ઘાઈએ કર્યું હતું. આ સિવાય કંગના ‘તેજસ’, ‘મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઑફ દીદ્દા’, ‘ઇમર્જન્સી’ અને ‘ધ અવતારઃ સીતા’માં કામ કરશે. તેણી તેના પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સ હેઠળ આગામી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું નિર્માણ પણ કરી રહી છે. તેણે OTT રિયાલિટી શો ‘લોક અપ’ પણ હોસ્ટ કર્યો હતો.