પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પેજ કમિટીની રચના કરવામાં આવી હતી. ત્યારે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આ પેજ કમિટી પર વધુમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. જયારે હાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને સમગ્ર રાજ્યમાં ચૂંટણીમય માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં દરેક પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારના ઢોલ, નગાડા વગાડવામાં આવી રહ્યા છે. જો કે ભાજપના નેતાઓ આ વખતે રાજ્યની તમામે તમામ મહાનગર પાલિકાની બેઠકો પર કેસરિયો લહેરાવવાની સાથે 100 ટકા પરિણામ આવશે તેવું સંપૂર્ણં વિશ્વાસ સાથે જોરશોરથી ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે.

લોકસભાથી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી ભાજપએ પેજ પ્રમુખના આધારે જીત મેળવી રહ્યું છે. તેથી જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ એ પેજ કમિટી પર ભાર મૂકી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ નું માનવું છે કે જો ભાજપ પેજ પ્રમુખ તેનું પેજ જીતાડી આપે તો 100 ટકા ચૂંટણીમાં ભાજપને જીત મળે એટલા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે અનેક પેજ પ્રમુખ બનાવ્યા છે. આ જ પેજ કમિટીની પદ્ધતિ થી સી.આર.પાટીલ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ લીડ સાથે જીત મેળવી છે. આ વિજય પાછળ પ્રદેશ ભાજપ એ પેજ કમિટીને (BJP Page Commitee) પાયાનો પથર માને છે. જો કે આ ગુજરાત ભાજપ પેજ કમિટીમાં સી આર પાટીલ બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ પોતાના કાયમી સરનામાં પર પેજ પ્રમુખ બન્યા છે.

ત્યારે હવે આ ગુજરાત ભાજપની પેજ પ્રમુખની ગુજરાત પોલિસી દેશભરમાં અમલી બનાવવામાં આવશે. જેને લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે વાતચીત કરી છે. જેમને આ પેજ કમિટીને દેશભરમાં જ્યાં જ્યાં ભાજપ છે ત્યાં આ પેજ કમિટીને રચના કરવા માટે જણાવ્યું છે. જે સુરતથી શરૂ થયેલી પેજ કમિટી સમગ્ર ગુજરાતમાં પ્રસરી, અને હવે પેજ કમિટીનો દેશભરમાં વિસ્તાર કરવામાં આવશે.

શું છે પેજ કમિટી ?

પેજ કમિટીમાં પેજ, બુથ, શક્તિ કેન્દ્ર, વોર્ડ, શહેર, પ્રદેશ અને રાષ્ટીય પ્રમુખના હોદા જોવા મળે છે. એટલે કે એક પેજ પ્રમુખ એ પોતાની નીચે પાંચ પરિવારોને ભાજપના સભ્ય બનાવે છે. એટલે કે તેના દ્વારા 30 મતદારોને ભાજપમાં જોડે છે. અને આ પેજ પ્રમુખ ઉપર બુથ પ્રમુખ, બુથ પ્રમુખ પર વોર્ડ પ્રમુખ, વોર્ડ પ્રમુખ પર શક્તિ કેન્દ્ર પ્રમુખ, તેના પર શહેર અથવા જિલ્લા પ્રમુખ, જિલ્લા પ્રમુખ પર પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ પર રાષ્ટીય પ્રમુખના હોદ્દા જોવા મળે છે. સી આર પાટીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પેજ પ્રમુખોની સિસ્ટમને વધુ શુદ્ધ કરવા માટે પેજ પ્રમુખો ના આઈ કાર્ડ પણ બનાવી રહ્યા છે. જેને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કાર્યકર્તાઓથી લઈને નેતા સુધી તમામ લોકોને પેજ કમિટી બનાવવા પર ભાર મૂકવા માટે જણાવ્યું છે.

ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે દ્વારા ગઈકાલે સુરતના ઉતરાણ ખાતે સભાનું આયોજન કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે વાત થઈ છે. તેઓ દેશભરમાં પેજ કમિટી પેટર્ન લાગૂ કરશે. ત્યારે જેપી નડ્ડાએ કહ્યું હતું કે અમે ફરજિયાતપણે પેજ કમિટી લાગુ કરીશુ. CR Patil એ પેજ કમિટી સિસ્ટમ માટે કહ્યું હતું કે, પેજ કમિટી સિસ્ટમ એક અણુબોમ્બ છે. જેના કારણે જેપી નડ્ડાએ પેજ કમિટી ફરજિયાત બનાવી રહી છે. ગુજરાતમાંથી શરૂ થયેલી આ પેજ કમિટી આખા દેશમાં લાગુ થાય તે આપણા માટે મોટી આનંદની વાત છે. જે આપણા માટે ખૂબ જ ઘણી ગર્વની વાત છે. ત્યારે આ પેજ કમિટીના સદસ્યો માટે પીએમ મોદી સંદેશો લખશે. જે પ્રધાનમંત્રી મોદી 2-3 દિવસમાં સંદેશો લખશે. પેજ કમિટીના 50 લાખથી વધુ સદસ્યો બનાવ્યા છે. ત્યારે હજુ પણ બીજા 76 લાખ પેજ કમિટીમાં સદસ્યો બનાવવાનો આપણો ટાર્ગેટ છે.