સુરતમાં કોળી સમાજના સુવર્ણ મહોત્સવનો વિવાદ સામે આવ્યો છે. પૂર્વમંત્રી કુંવરજી બાવળીયા જૂથના બહિષ્કારની વાત કરવામાં આવી છે. પૂર્વ મંત્રી અને કોળી સમાજ અગ્રણી કુંવરજી બાવળીયાએ સ્પષ્ટતા કરી છે. PM નરેન્દ્ર મોદી 29મી એ જસદણ ના આટકોટ માં આવે છે તેની તૈયારી માં ડો ભરત બોધરા સાથે છે. જે આટકોટના કાર્યક્મની તૈયારીમાં હોવાથી સુરત જઈ શકાય તેમ નથી. હૂ ન જતા અન્ય પણ સાથી મિત્રો આ સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવાના નથી. જેમ કુંવરજી બાવળીયા એ તેમના નિવેદનમાં જણાવ્યું છે.

પહેલા જસદણ કોળી સમાજના સંમેલનમાં PMને લાવવા હતા હવે આટકોટ આવતા હોઈ તેથી સુરેદ્રનગરમાં PMની હાજરીમાં સંમેલન યોજવા તૈયારી કરતા હોવાનું કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે. જોકે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ નો વિવાદ લઇ કુંવરજી બાવળીયા સુરતના કાર્યકમથી દૂર રહ્યા ની વાત કરવામાં આવી છે.

જો કે સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજના સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યું છે. દેશના 18 રાજ્યમાં અખિલ ભારતીય કોળી સમાજનું સંગઠન છે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, ડોક્ટર, એન્જિનીયર ,આઇ.એ.એસ, આઇ.પી.એસ 14 મી મેના રોજ સાંજે 5:00 કલાકે હાજરી આપશે.