વારંવાર રાજ્યમાં કોરોનાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની રહી છે. કોવિડ હોસ્પિટલની આગની કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી મામલે સુનાવણી થઈ હતી.

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફટી મામલે સુનાવણી શરુ કરવામાં આવી છે. જે ભરૂચ આગનો મુદ્દો હાઇકોર્ટમાં ઉઠ્યો છે. 18 લોકોના મોતની ઘટના દુઃખદ હોવાની hc માં રજૂઆત કરવામાં આવી છે. જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. ત્યારે જો કે હાલમાં પણ રાજ્યમાં ફાયર સેફ્ટી વગરની હોસ્પિટલ હજી ધમધમી રહી હોવાનું અરજદાર રજુઆત કરી છે. ત્યારે અમદાવાદ મનપાએ ફાયર NOC વગરની હોસ્પિટલ સિલ કર્યાનો મામલો પણ સામે આવ્યો છે. જેને લઈને અમદાવાદ મેડિકલ એસો.એ રજુઆત કરી છે.

અમદાવાદમાં ફાયર એનઓસી વાળી હોસ્પિટલ પણ સીલ કરી દેવામાં આવી છે. મેટરનિટી હોસ્પિટલ અમ્યુકો એ સીલ કરતા મહિલા દર્દીઓ પરેશાન થઇ ગયા છે. ત્યારે આવી હોસ્પિટલ અંગે તપાસ કરી શરૂ કરાવવા હાઇકોર્ટ એ જણાવ્યું છે. જયારે હાઇકોર્ટ આ અંગે વધુ સુનાવણી આગામી દિવસમાં થશે. જે આગામી દિવસમાં hc માં સુનાવણી કરવામાં આવશે. આ અંગે જવાબ રજુ કરવા amc ને hc નો આદેશ કરવામાં આવ્યો છે.