રાજકોટ કલેકટર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે રાજકોટ કલેક્ટરની સૂચના પ્રમાણે હવે ઓક્સિજન વગર કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવવામાં આવશે નહીં. ત્યારે હવે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન નહીં તો મંજૂરી નહીં આપવાનો કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ખાનગી કોવિડ હોસ્પિટલ ઓક્સિજન વગર ચલાવી શકાશે નહીં.

રાજકોટ શહેરમા કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓને તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડતી હોય ત્યારે હવે પછી કોઈ પણ ખાનગી કોવિડ બેડની સુવિધા વગર મંજૂરી નહિ આપવાનો મોટો નિર્ણય કલેક્ટર રેમ્યા મોહન દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હવે પછી ઓક્સિજનની સુવિધા વગરની હોસ્પિટલને મંજૂરી આપવવામાં આવશે નહિ.

નોંધનીય છે કે હાલમાં 41 જેટલી ખાનગી કોવિડ હોસ્પિટલો કાર્યરત છે. જેમાં 8 થી 10 જેટલી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ નથી પરંતુ તે બંધ નહિ કરવામાં આવે કેમ કે તેના દર્દીઓ માટે ઇમરજન્સી ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થાઓ રાખવામાં આવેલ છે. પરંતુ હવે પછી ઓક્સિજન વગરની ખાનગી હોસ્પિટલ ને મજૂરી આપવામાં આવશે નહિ જેવું કલેક્ટરે સ્પષ્ટ રીતે જાહેર કરી દીધુ છે.

રાજકોટ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા 524 કેસ સામે આવ્યા છે જેમાં શહેરના 397, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 127 છે. તેની સાથે કોરોનાના કેસ ઘટવાની સાથે મોતના આંકડા પણ ઘટયા છે. છેલ્લા 24 કલાકમાં 72 નાં મોત નીપજ્યા છે.