કમલ આર ખાન એટલે કે કેઆરકે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં બન્યા રહે છે. તાજેતરમાં તેમના વિવાદાસ્પદ ટ્વીટના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ KRK ફરી એકવાર પોતાના જૂના વલણમાં પાછા ફર્યા છે. આ વખતે કેઆરકેએ ટ્વિટ કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ટ્વીટમાં KRK એ રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS) માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

KRK એ ટ્વિટ કરીને લખ્યું છે કે, “આદરણીય ડો. મોહન ભાગવત જી, હું RSS માં સામેલ થવા માટે તૈયાર છું જો RSSન ને મારી આવશ્યકતા છે.” KRK એ આ ટ્વીટમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને પણ ટેગ કર્યા છે. કેઆરકેના આ ટ્વીટ બાદ ચર્ચા તેજ થવા લાગી છે કે તે આરએસએસની સદસ્યતા લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ કેઆરકે સોશિયલ મીડિયા દ્વારા રાજકારણમાં આવવાની વાત કરી હતી. જે અંગે કેઆરકેએ પણ ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે, તે ટૂંક સમયમાં રાજકીય પક્ષમાં જોડાવાનું વિચારી રહ્યા છે. તેમણે પોતાના આ ટ્વીટમાં આગળ લખ્યું છે કે, કેમકે દેશમાં સુરક્ષિત રહેવા માટે, નેતા હોવાં જરૂરી છે, અભિનેતા નહીં. કમાલ આર ખાનના આ ટ્વીટને લઈને લોકોએ અલગ-અલગની પ્રતિક્રિયાઓ આપી હતી.=