નીતિશની સાથે સોનિયા ગાંધીને મળવા જશે લાલુ યાદવ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે બિહારની મહાગઠબંધન સરકાર અને લાલુ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેને લઈને હવે દિલ્હીમાં આરજેડી પ્રમુખ લાલુ યાદવે અમિત શાહને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ટૂંક સમયમાં સોનિયા ગાંધીને મળશે. તેમણે કહ્યું કે શાહ બિહારમાં સરકાર જવાને લઈને ગુસ્સે છે.
લાલુ યાદવે વધુમાં જણાવ્યું છે કે, અમિત શાહ હેરાન છે. બિહારમાંથી તેમની સરકારનો સફાયો થઈ ગયો છે. 2024 માં પણ આવું જ થવાનું છે. એટલા માટે જ તે અલગ-અલગ જગ્યાએ જઈ રહ્યા છે અને ‘જંગલ રાજ’ કહી રહ્યા છે. ગુજરાતમાં રહેતા તેમને શું કર્યું? જ્યારે ભાજપ હતી ત્યારે ત્યાં જંગલરાજ હતું. 2024 માં થનારી ચૂંટણી અંગે તેમને પૂછવામાં આવેલા એક પ્રશ્નમાં તેમણે જણાવ્યું કે હા, અમે 2024 માં પીએમ મોદીને સત્તા પરથી હટાવીશું? તેમણે આગળ સવાલ કર્યો કે તેમને કેટલી વાર આવું કહેવાની જરૂર છે?
વાસ્તવમાં, અગાઉના દિવસોમાં અમિત શાહે બિહારમાં રેલી દરમિયાન લાલુ યાદવને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સાથે દગો કરીને નીતિશ કુમાર હવે સ્વાર્થ માટે લાલુના ખોળામાં બેસી ગયા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લાલુ-નીતીશના બિહાર પ્રવાસને કારણે પેટમાં દુખાવો થઈ રહ્યો છે. આ દરમિયાન અમિત શાહે બિહારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ચારા કૌભાંડનો મુદ્દો ઉઠાવતા શાહે જણાવ્યું હતું કે, નીતિશ કુમાર કાવતરાખોરોને રોકી શકશે નહીં, કારણ કે ગુનેગારો સત્તામાં બેઠેલા છે. હવે શું કરશો? હવે તમે કૌભાંડી મંત્રી બની ગયા છો. મંત્રી બનતાની સાથે જ નીતીશ લાલુના દબાણમાં સીબીઆઈ પર પ્રતિબંધ મૂકવાનું જણાવી રહ્યા છે.