કોરોના અંગે ભાજપ પર સવાલ ઉઠાવનારા ખુદ સવાલો ના ઘેરા માં આવ્યા છે. તાજેતરમાં વડોદરા પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાનો વિડીયો વાઇરલ થયો છે.

જન્મ દિવસની ઉજવણીનો વિડીયો વાઇરલ થયો છે.

આ જન્મદિવસની ઊજવણીમાં કોંગ્રેસના સિનિયર નેતા ચિરાગ ઝવેરી પણ ઉજવણીમાં સામેલ થયા છે. કોંગી કોર્પોરેટરો પણ ઉજવણી માં ભાન ભૂલ્યા છે.
એક પણ કોંગી આગેવાનો માસ્ક પહેર્યું નથી. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું નથી.

પાલિકા વિપક્ષ નેતાની કચેરીમાં જ નિયમ ભંગ કરવામાં આવ્યો છે. સરકાર સામે સવાલો ઉઠાવનારા ખુદ નિયમનો છડેચોક ભંગ કરી રહ્યા છે. ત્રીજી લહેર ની શક્યતાઓ વચ્ચે કોંગ્રેસ નું બેજવાબદારી ભર્યું વર્તન સામે આવ્યું છે.