સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણથી સ્થિતિ ખૂબજ વણસી ગઈ છે. કોરોના દર્દીઓના પ્રાઇવેટ હોસ્પિટલ ના બિલ માફ કરવા માંગ કરવામાં આવી રહી છે. જેને લઈને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ ટ્વીટ કરી માંગ કરી છે. રાજસ્થાનમાં કોરોના દર્દીઓના પ્રાઇવેટ હોસ્પિટલના બિલ માફ થયા. ત્યારે આ પ્રકારે રાજસ્થાનમાં બિલ માફ થાય તો ગુજરાત માં કેમ નહીં ? ઇમરાન ખેડાવાળા એ ટ્વીટ માં જ મુખ્યમંત્રી ને સવાલ કર્યો છે. જેમને જણાવ્યું છે કે બિલ માફ કરવાના છે કે હજી ઉત્સવો જ કરવાના છે?

કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓના ખાનગી હોસ્પિટલના બિલ માફ કરવામાં આવે. આર્થિક મંદીને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ પાસે પૈસાની અછત હોય છે. મા-કાર્ડને કોવિડની સારવારમાં માન્યતા આપવામાં આવે.

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ હવે ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જેની સામે 14,770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોરોના સંક્રમણના કારણે 121 લોકોના મોત થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 8394 પર પહોચ્યો છે. અત્યાર સુધી 5,33,004 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,39,614 પર પહોંચ્યો છે.