પેપર લીક મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી અસિત વોરાની રાજીનામાની માંગણી સાથે આમરણાંત ઉપવાસમાં ઉતર્યા હતા. અચાનક સોમવાર સાંજે તબિયત બગડતા મહેશ સવાણીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેઓની તબિયત ખરાબ થતા પારણું કરી લેવા માટે ડોકટરોએ સુચના આપી હતી.

ત્યારે, આજે સવારે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અને નૌતમ સ્વામી, પૂજ્ય મોહનદાસજી મહારાજ અને પૂજ્ય ઋષિ ભારતી બાપુએ મહેશ સવાણીને પારણા કરાવ્યા હતા.હોસ્પિટલમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. સંતોએ સવારે હોસ્પિટલમાં જ પારણા કરાવ્યા છે. ગુલાબસિંહે પણ પારણા કર્યા છે.

અસિત વોરાની રાજીનામાની માંગ સાથે આમરણાંત ઊપવાસ પર બેસેલા મહેશ સવાણીએ આ કારણોસર આખરે પારણાં કર્યા

આપ નેતા મહેશ સવાણીએ જણાવ્યું કે, યુવરાજ સિંહે સરકારને પેપર લીક તમામ પુરાવા આપ્યા ત્યારે સરકારે સ્વીકાર્યું હતું કે પેપર લીક થયું છે. જ્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અન્નસન પણ બેઠા છીએ.અમારું આંદોલન ચાલુ રહેશે.અમારી યુવા પાંખ અને વિદ્યાર્થીઓ આંદોલન ચાલુ રાખશે. અસિત વોરાના રાજીનામાં માટે અમે લડત લડતા રહીશુ. અસિત વોરાનું રાજીનામુ લેવામાં આવે તેવી અમારી માંગ છે. ભાજપના 50 ટકા નેતાઓ ઈચ્છે છે અસિત વોરાનું રાજીનામું લેવામાં આવે. અમારી વાત સાચી હતી એટલે કોંગ્રેસના નેતાઓ અને સામાજિક નેતાઓએ સમર્થન આપ્યું છે.

મહેશ સવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાજપના 50% નેતાઓ અસિત વોરાનું રાજીનામું ઇચ્છી રહ્યા છે. કોંગ્રેસ સહિત તમામ પાર્ટી અને સંગઠનો પણ આ જ માંગ કરી રહ્યા છે. એસપીજી તેમજ કરણી સેના એ પણ આ આંદોલનને સમર્થન આપ્યું છે. અસિત વોરા ના રાજીનામાની માગણી સાથે આમરણ ઉપવાસ કર્યા હતા. મારી દીકરીઓ અને સમાજના આગેવાનોના આગ્રહને કારણે ઉપવાસ છોડ્યા છે.

જ્યારે અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેશે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ આંદોલનને કચડવા માટે પ્રયત્ન કરે છે. ખેડૂતો આંદોલન માં પણ ભાજપના કોઇ નેતા મળવા ગયા ન હતા. જે કોઈ પાર્ટીના નેતા મને મળવા આવ્યા છે તે અમારા મુદ્દાને સમર્થન આપી મળવા આવે છે.