વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતને સ્પર્શતા મુદ્દાઓ સાથે આવજ બુલંદ કરવાનો પ્રયાસ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે આપનું વીજળી સસ્તી કરો આંદોલન અભિયાન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ વીજળી સસ્તી કરો આંદોલન અંતર્ગત “મશાલ યાત્રા” કાઢવામાં આવી હતી. કરંજ વિધાનસભા માં “મશાલ યાત્રા” આંદોલનની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આપ એ જણાવ્યું કે, લોકો ઇચ્છી રહ્યા છે અસહ્ય મોંઘવારી વીજળી બિલ ઓછા થવા જોઈએ.

મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે હજુ પણ આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં રાજ્યમાં જોરશોરથી ફ્રી વીજળી આંદોલન શરૂ કરશે. ગુજરાતની જનતાને દિલ્હીની સરકાર અરવિંદ કેજરીવાલ પાસે ઘણી આશા અપેક્ષા છે.

દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલ પાંચ વર્ષ સુધી ફ્રી વીજળી આપી શકતા હોય તો, ગુજરાતમાં 27 વર્ષથી જનતાને ફ્રી વીજળી કેમ નથી મળતી?ગુજરાતની જનતાને પણ ફ્રી વીજળી મેળવવાનો હક્ક છે, તેવી માંગણી સાથે વીજળી આંદોલન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, આગામી 16 જૂનથી 24 જૂન સુધી મહાજનસંપર્ક અભિયાન હાથ ધરાશે. જેમાં આપના નેતાઓ કાર્યકરો રેલી, પદયાત્રા યોજાશે.