પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવ્યા બાદ મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…

પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં સંડોવાયેલા પાર્થ ચેટરજીની મુશ્કેલીઓ વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને કેબિનેટમાંથી હટાવી દીધા છે. કેબિનેટમાંથી પાર્થ ચેટરજીની હકાલપટ્ટી બાદ CM મમતા બેનર્જીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે, એક છોકરી પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા છે અને તે તેને સતત બતાવી રહી છે. મેં તેને (પાર્થ) ને કેબિનેટમાંથી બહાર કરી દીધો છે કારણ કે મારી પાર્ટી ખૂબ જ સખ્ત પાર્ટી છે. જો કોઈ એવું વિચારે છે કે, આ બતાવીને તે ધારણા બદલી શકીએ છીએ તો તે ખોટું છે. નાટક ઘણું મોટું છે. હું હવે નહીં કહીશ. તમને જણાવી દઈએ કે, પાર્થ ચેટર્જી હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે અને તેની નજીકની સહયોગી અર્પિતા મુખર્જીના સ્થાનોથી કરોડો રૂપિયા નીકળવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ કૌભાંડમાં પાર્થ ચેટર્જીનું નામ અને તેની ધરપકડથી લઈને અત્યાર સુધી મમતા બેનર્જીએ આ મામલે મૌન સેવ્યું હતું. અત્યાર સુધી ટીએમસીના કોઈપણ મોટા નેતાએ આ મામલે ખુલીને બોલવાનું ટાળ્યું છે. હવે જ્યારે ED આ મામલે કોઈને કોઈ ખુલાસો કરી રહી છે ત્યારે સીએમ મમતા બેનર્જીએ પાર્થ ચેટર્જી પર કાર્યવાહી કરીને તેમને કેબિનેટમાંથી બહાર કરી દીધા છે. મમતા બેનર્જીએ ઈશારામાં તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે પાર્થ ચેટર્જી વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાને લઈને ભાજપ સતત ટીએમસી પર નિશાન સાધી રહી છે. તે જ સમયે, વધતા દબાણને જોતા, ટીએમસીની અંદરથી પાર્થ ચેટર્જી વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યા છે. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે માંગ કરી છે કે, શિક્ષક ભરતી કૌભાંડની તપાસના સંબંધમાં ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટરજીને તાત્કાલિક પાર્ટીમાંથી હાંકી દૂર કરી દેવામાં આવ્યા છે.