રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 35 માં દિવસે પણ ચાલુ છે. રશિયન સૈનિકો સતત યુક્રેનના શહેરોને નિશાન બનાવી રહ્યા છે. ઘણા શહેરો નાશ પામ્યા છે. તેની સાથે મોટી સંખ્યામાં નિર્દોષ લોકો પણ માર્યા ગયા હતા. આ યુદ્ધમાં બંને દેશોના હજારો સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે. લગભગ 50  લાખ લોકો યુક્રેનમાંથી સ્થાળતર માટે મજબૂર બન્યા છે. જે લોકો ત્યાં બચી ગયા છે તે તેમના શહેરને રશિયન શસ્ત્રો અને મિસાઇલોથી તેમની જમીનને ઉજ્જડ બનતા જોઈ રહ્યા છે. તેમ છતાં રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના નેતૃત્વમાં યુક્રેનની સેના પણ રશિયન સૈનિકો સાથે લડી રહી છે. ઓછા શસ્ત્રો અને મર્યાદિત લશ્કરી સુવિધાઓ હોવા છતાં યુક્રેનિયન સૈનિકોએ યુદ્ધમાં ઘણા સ્તરો પર રશિયન દળોને પાછળ રાખી દીધા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેની સેનાએ 17,000 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.

યુક્રેનિયન સૈન્યનો દાવો છે કે, 24 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 17,300 થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. તે જ રીતે 1700 થી વધુ સશસ્ત્ર વાહનો નષ્ટ થઈ ગયા હતા. આ સિવાય યુક્રેને 605 રશિયન ટેન્કને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. આ સિવાય ઘણી એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, રોકેટ લોન્ચ સિસ્ટમે 130 થી વધુ પ્લેન માર્યા હોવાનો દાવો કર્યો છે. યુક્રેન દાવો કરે છે કે, તેની સેનાએ 130 થી વધુ હેલિકોપ્ટર, ઘણી ઇંધણ ટેન્ક અને જહાજોનો નાશ કર્યો છે.

યુદ્ધમાં રશિયાને અત્યાર સુધી કેટલુ થયું નુકસાન (યુક્રેન સૈન્યના દાવા મુજબ)

17,300 રશિયન સૈનિકો માર્યા ગયા

1,723 રશિયન સશસ્ત્ર વાહનો નાશ પામ્યા

રશિયાની 605 ટેન્કો નાશ

1,184 લશ્કરી વાહનો

54 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ બરબાદ

96 રોકેટ લોન્ચ સીસ્ટમ નાશ

131 વિમાનો નાશ

75 ઈંધણ ટાંકી વેડફાઈ ગઈ

131 હેલિકોપ્ટર નાશ

81 યુએવી

7 વોટ નાશ