રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના લીધે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં હવે ભાજપથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપથી સમાચાર સામે આવી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે.

વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનો વડોદરામાં પ્રથમ રોડ શો રહેલો છે. 18 તારીખના રોજ 5.5 કિમી નો રોડ શો યોજવાનો છે. 100 મીટર ના અંતરે સ્ટેજ અને ફ્લોટ ઊભા કરવામાં આવશે. વડોદરા શહેર જિલ્લો,પંચમહાલ,ખેડા, આણંદ,દાહોદ અને છોટાઉદેપુરથી લોકો આવશે.

તેની સાથે સંગમ ચાર રસ્તા, મહાવીર હોલ અને લિપ્રસી મેદાન સુધીના રૂટની 2000 બિલ્ડિંગોનો સર્વે કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અને તંત્ર તૈયારીમા જોડાયું છે. તેની સાથે અંતર્ગત રોડ શોના રૂટમાં આવતી 2 હજાર બિલ્ડિંગ્સમાં સર્વે કરાયો છે. પ્રધાનમંત્રી મોદીના આ કાર્યક્રમમાં સામેલ થવા માટે મધ્યગુજરાતના લોકો પણ વડોદરા આવવાના છે.