ગાંધીનગર ખાતે આજે નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સ યોજાશે. ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 10 થી વધુ રાજ્યના શિક્ષણ મંત્રીઓ આવી પહોંચ્યા છે. દિલ્હી શિક્ષણ મંત્રીનું એરપોર્ટ આગમન થયું છે. શિક્ષણ પોલીસને લઈ ચર્ચા કરવામાં આવશે. કોરોનામાં નુકસાન થયું છે કઈ રીતે ભરપાય કરવા અંગે ચર્ચા કરવામાં આવશે. નવું શિક્ષણ મોર્ડલ તૈયાર કરવામાં આવશે. જેનાથી વર્તમાન નહિ પરંતુ ભવિષ્યની પેઢી ને પણ ફાયદો થાય છે.

આ કોન્ફરન્સમાં ભાગ લેવા મોટા ભાગના રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણપ્રધાન , શિક્ષણ સચિવઓ અને અન્ય પ્રતિનિધી મંડળો ઉપસ્થિત રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સહિત દેશભરના શિક્ષણ પ્રધાનોની ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મુકવામા આવી છે.

થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણને લઈને મનિષ અને જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. જો કે આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે. જેઓ આજે એક સાથે જોવા મળ્યા હતા.